Home> Entertainment
Advertisement
Prev
Next

Video : પ્રિયંકા નથી લજામણી દુલ્હન, રિસેપ્શનમાં દીપિકા સાથે કર્યો ધમાલ ડાન્સ

બોલિવૂડના નવદંપતિ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે મુંબઈમાં બોલિવૂડ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતું. 

Video : પ્રિયંકા નથી લજામણી દુલ્હન, રિસેપ્શનમાં દીપિકા સાથે કર્યો ધમાલ ડાન્સ

નવી દિલ્હી : બોલિવૂડના નવદંપતિ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે મુંબઈમાં બોલિવૂડ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતું. નિક અને પ્રિયંકાનું મુંબઈમાં આ બીજું રિસેપ્શન હતું. આ પાર્ટીનું આયોજન મુંબઈની હોટલ લેન્ડ્સ એન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં પ્રિયંકા અને નિક કોકટેલ લુકમાં જોવા મળ્યા હતા. 19 ડિસેમ્બર પ્રિયંકા અને નિકે મીડિયા તેમજ પરિવારજનો માટે જેડબલ્યુ મેરિયટમાં રિસેપ્શન રાખ્યું હતું. આ પહેલાં પ્રિયંકા અને નિક દિલ્હીમાં રિસેપ્શન રાખી ચૂક્યા છે. 

fallbacks

આ રિસેપ્શનમાં એક સમયે પ્રિયંકાની કટ્ટર હરીફ ગણાતી દીપિકા પાદુકોણ આવી હતી. આ સમયે પ્રિયંકાએ પોતાની તમામ શરમ સાઇડ પર મુકીને દીપિકા સાથે મળીને તેમના સુપરહિટ સોંગ 'પિંગા' પર ડાન્સ કર્યો હતો. તેમના આ ડાન્સનો વીડિયો વાઇરલ બન્યો છે. પ્રિયંકા અને દીપિકાની આ કેમિસ્ટ્રી જોઈને લાગે છે તેઓ પોતાના અણબનાવને પાછળ મુકીને જીવનમાં આગળ વધી ગયા છે. 

પ્રિયંકાના રિસેપ્શનમાં પહોંચ્યો એવો એક્સ પ્રેમી જેના વિશે મનાતું હતું કે...નહીં જ આવે

પ્રિયંકાના રિસેપ્શનમાં સલમાને હાજરી આપતા બધાને નવાઈ લાગી હતી કારણ કે પ્રિયંકાએ 'ભારત' છેલ્લી ઘડીએ છોડી દેતા સલમાન તેનાથી નારાજ થયો હોવાનો સમાચાર હતા. જોકે સલમાને રિસેપ્શનમાં હાજરી આપીને દરિયાદિલીનો પરિચય આપ્યો હતો. જોકે આ રિસેપ્શનમાં શાહિદ કપૂરની હાજરી ચર્ચાનો મુદ્દો બની હતી. હકીકતમાં શાહિદ અને પ્રિયંકાનું પ્રેમપ્રકરણ એક સમયે પુરબહારમાં ચાલ્યું હતું. જોકે પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ગઈ કાલે પ્રિયંકાના રિસેપ્શનમાં શાહિદે પોતાની પત્ની મીરા સાથે હાજરી આપી હતી. માનવામાં આવતું હતું કે આ રિસેપ્શનમાં શાહિદ નહીં આવે પણ શાહિદે હાજરી આપીને બધાની બોલતી બંધ કરી દીધી હતી. આ લગ્નમાં પ્રિયંકાના એક અન્ય ભૂતપૂર્વ પ્રેમી હરમન બાવેજાએ પણ હાજરી આપી હતી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More